Thursday, October 10, 2024

આદ્યશક્તિ આરતી રચિયતા


તિથિક્રમ છે અને શિવાનંદજીના પોતાના સ્વાનુભવ પણ છે. માતાજીના પરમધામ મણીદ્વીપમાં મણી-માણેકના અઢાર કિલ્લા છે. જેના લીધે તેમણે આ અઢાર કડીની આરતી રચેલી છે. જેમના કેટલાક શબ્દો પાઠ ફેર અને અપભ્રંશ પામ્યા છે. કંઠોપકંઠ સચવાતી કૃતિઓમાં આવી ભરપુર શક્યતાઓ રહે એવું શ્રી ગણપતભાઈ પંચીગર પણ સ્વીકારે છે. તેમ છતાં અમુક શબ્દોના તેમણે ખૂબ સચોટ અર્થ આપેલા છે. જેમ કે ‘જયોમ જયોમ માં જગદંબે’ નો કોઈ અર્થ જ નથી. ‘જય હો - જય હો માં જગદંબે’ જ સાચો શબ્દ છે. એક નજર મારીએ ચાર સદી પહેલાની રચાયેલી અણમોલ કૃતિ તરફ અને જ્યાં જ્યાં આપણો પાઠદોષ કે ઉચ્ચારણદોષ છે તે સુધારીયે. કોઈપણ જાતની ટેક્નોલોજી વગર 400 વરસથી જે આરતી ગુજરાતી-હિન્દીમાં સમગ્ર ભારતના ઘરે ઘરે ગવાય છે એજ આપણા માટે ગૌરવપ્રદ ઘટના છે. અહીં માત્ર અપભ્રંશ થયેલ શબ્દો અને અંતરા પર જ પ્રકાશ પાડ્યો છે.

“જય આદ્યાશક્તિ માં જય આદ્યાશક્તિ, 
અખિલ બ્રહ્માંડ નીપજાવ્યા પડવે પંડે થયા, જય હો જય હો માં જગદંબે”
અહી કેટલાક ‘પડવે પંડિત થ્યા’ બોલે છે જે અશુદ્ધ છે.

“બ્રહ્મા ‘ગુણપતી’ ગાયે હર ગાયે હર માં” 
અહીં કેટલાક ‘ગણપતિ’ ગાયે એમ બોલે છે. જ્યારે કવિએ વિષ્ણુ ભગવાન માટે ‘ગુણપતિ’ શબ્દ પ્રયોજ્યો છે. બ્રહ્મા વિષ્ણુ અને હર ( કહેતા શિવે ) શિવશક્તિના ગુણ ગાયા એ ભાવ છે.

“ત્રય: થકી ત્રિવેણી, તમે ત્રિવેણી માં”
ઘણા ‘તમે તરવેણીમાં’ બોલે છે જે અશુદ્ધ છે. અહીં નવસર્જન, પરિપાલન અને વિસર્જનની ત્રણેય પ્રવૃત્તિને ત્રિભુવનેશ્વરી ‘ત્રિવેણી’ માતા છો એ સંદર્ભ છે.

“ચોથે ચતુરા મહાલક્ષ્મી માં સચરાચર વ્યાપ્યા, 
ચાર ભૂજા ચૌ દિશા પ્રગટ્યા દક્ષિણમાં” 
અહીં શિવાનંદજીને નર્મદા નદીને કાંઠે દક્ષિણ દિશામાં માતાજી દર્શન આપ્યાનો અનુભવ કવિએ લખ્યો છે. જ્યાં ચતુરા મહાલક્ષ્મીનો અર્થ છે જેની પાસે ધન છે તે ચતુર ગણાય.

“પંચમેં પંચઋષિ, પંચમે ગુણપદ માં” 
‘ગુણપદ’ શબ્દનો અર્થ એકબીજાથી વિભિન્ન પ્રકારના લક્ષણો થાય. પાંચ મહાભૂત તત્વો જગદંબાએ ઉત્પન્ન કર્યા અને તેની વ્યવસ્થા સંભાળવા પાંચ બ્રહ્મર્ષિ ઉત્પન્ન કર્યા.

“સપ્તમે સપ્ત પાતાળ, સાંવિત્રી સંધ્યા, 
ગૌ – ગંગા – ગાયત્રી, ગૌરી – ગીતા માં” 
માનવ શરીરમાં રહેલા સાત ચક્રોની આંતર ચેતના વધારવા માટે શિવાનંદજીએ સાત ઉપાયો અહી આપ્યા છે. કેટલાક ‘સંધ્યા સાવિત્રી’ બોલે જે ખોટું છે. 1. સાવિત્રી એટલે સૂર્ય ઉપાસના, 2. સંધ્યા એટલે ત્રિકાળ સંધ્યા અથવા સાંજે ભજન કીર્તન 3. ગૌ સેવા 4. ગંગા સ્નાન 5. ગાયત્રી મંત્ર જાપ 6. ગૌરી અર્થાત પાર્વતી દેવીની સાધના 7. ગીતાજીનો ઉપદેશ. આ કડી માત્ર શબ્દમેળ નથી પણ ગુઢાર્થ સમજવો જરૂરી છે.

“કીધા હરિ બ્રહ્મા’ની જગ્યાએ કોઈ હર બ્રહ્મા બોલે છે. ખરેખર હરિ (વિષ્ણુ) અને બ્રહ્માએ શીવ-શક્તિની પૂજા કરે છે એ સાચો ભાવ છે. 

“કામ દુર્ગા કાલીકા, શ્યામા ને રામા” 
અર્થાત કામદુર્ગા દેવી, કાલિકા અને શ્યામા (રાધાજી), રામા (સીતાજી)ની ભક્તિ તરફ શિવાનંદજીનો અંગુલીનિર્દેશ છે.

“તેરસે તુળજા રૂપ તમે તારૂણી માતા” વાળી કડીમાં હે માં! તમે તુલજા ભવાની રૂપે શિવજીને તલવાર આપી હિંદુ ધર્મને તારનારા છો. તથા જવારાના સેવનથી ચિરકાળ તારુણ્ય બક્ષનારા છો.

         વિક્રમ સંવત 1622માં શિવાનંદજીની સાધના શરૂ થઈ અને 1657માં પૂર્ણ થઈ એવી ધારણા છે. તેમજ ચતુર્ભુજ સ્વરૂપે માતાજીએ કવિને દર્શન આપ્યા. ત્રંબાવટી, રૂપાવટી અને મંછાવટી આ ત્રણ એ વખતની નજીકની નગરીના લોકોએ શિવાનંદજીને આ અનુષ્ઠાનમાં તન-મન-ધનથી મદદ કરી જેથી તેના આશરે ‘સોળ સહસ્ત્ર’ સોળ હજાર લોકો વતી કવિએ પ્રાર્થના કરી વિશિષ્ટ રૂપે આશીર્વાદ માંગ્યા.

અઢારમી કડીમાં ભણે શિવાનંદ સ્વામી પછીના તમામ અંતરા એ ભાવજગતથી ભક્તોએ જોડેલા છે. આગામી દિવસોમાં આપણી આવનારી પેઢી સુધી સાચી ધરોહર સાચા સ્વરૂપમાં પહોંચાડીશું અને સાચી આરતી ગાશું તો ભગવતી અને કવિ શિવાનંદ સ્વામી સ્વર્ગમાંથી રાજી થાશે. ( વિશેષ આભાર શ્રી ગણપતલાલ પંચીગર તથા નિતીનભાઈ ભજીયાવાલા-સુરત. )

લેખક - ડો. ભુવન રાવલ - કલોલ

Sunday, September 8, 2024

ઋષિ પંચમી


ભાદરવા સુદ પાંચમ,
જેને ૠષિપંચમી કહે છે, 
આ દિવસે બહેનો વ્રત-ઉપવાસ રાખીને "સામો" નામે એક ખાસ જંગલી-ચોખાને આરોગે છે. 
આથી લોકસંસ્કૃતીમાં આ વ્રતને "સામાપાંચમ" પણ કહેવાય છે.  
પાંચાળ પંથક એટલે કે સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ પાસે આવેલ તરણેતર ગામનો વિશ્વપ્રસિદ્ધ ભાતીગળ લોકમેળો, શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરના પ્રાંગણમાં ઉજવાય છે એનો આજે અંતિમ દિવસ હોય છે.

પૃથ્વી પરની દરેક સજીવસૃષ્ટીના અસ્તિત્વ માટે પ્રજનન જરૂરી છે. 

સમગ્ર સજીવસૃષ્ટિના ક્રમીક વિકાસ અને સ્થાનમાં માનવજાતમાં લાગણી અને ચેતનાનું સ્થાન ઉચ્ચ છે. 

એમાંય પેઢી દર પેઢી ચેતનાનો ઉચ્ચ વિકાસ થાય અને પૃથ્વી પરની સમગ્ર સજીવસૃષ્ટીની સુખાકારી તેમજ પ્રકૃતિ અને પર્યાવરણનું સંવર્ધન અને સંરક્ષણ થાય એ માટે ઉત્તમ સંતતિ પેદાં કરવી એ મનુષ્યની ફરજ અને કૃતજ્ઞતા છે. 

વંશને વધારનાર અને એમાંય ઉચ્ચત્તમ સંસ્કાર આવે એની વ્યવસ્થા સ્ત્રી દ્વારા જ શકય છે,  
આથી ભારતીય સંસ્કૃતીમાં મૂળ ઉત્પાદક હેતુ અને સ્થાન એવાં સ્ત્રીત્વને ઉચ્ચતર બનાવવા ; જપ, તપ, વ્રત, ઉત્સવ આદીથી, આ ધ્યેયને સિદ્ધ કરવા રૂપક સ્વરૂપે આ વ્રતાદિની પરંપરા સર્જાયેલ છે.

માનવનું સર્જન સ્ત્રીબીજ- અંડાણું અને પુરુષબીજ-શુક્રાણુંના ફલનથી, સ્ત્રીશરીરમાં થાય છે, પુરુષ તરફથી માનવસર્જનમાં શારીરિક સૌષ્ઠવ તથા બળને સબંધીત ફેકટર્સ મળે છે, જે સ્થૂળ હોય છે, પણ સ્ત્રી તરફથી અતિ મહત્વના સુક્ષ્મ પણ જીવંતભાવો, લાગણી-ઉત્સાહ, સર્જનાત્મકતા વિગેરે જન્મ લેતાં મનુષ્યને મળતાં હોય છે,  
આ ભાવો,  
એ.. એ મનુષ્ય દ્વારા સમગ્ર સજીવસૃષ્ટીની સુખાકારીને અસર કરતાં હોય છે.

     આથી સ્ત્રીબીજ અને ગર્ભાશય ઉત્તમોત્તમ બને અને રહે એવો સમગ્ર પ્રયત્ન, પ્રાચીન ભારતના સંશોધક, વૈજ્ઞાનિક સમા ૠષિઓનો હતો.

     દક્ષિણાયનને પિતૃપક્ષ પણ કહે છે, અને આ સમયકાળમાં ચંદ્રના કોસ્મેટિક ઇલેક્ટ્રો-મેગ્નેટિક રેઝ અત્યંત પ્રભાવી રહે છે, આથી પૃથ્વીવાસીઓ બળ-વર્ણ અને ઊર્જાની પ્રાપ્તિ કરે છે. 

આયુર્વેદિક દ્રષ્ટિકોણથી આ સમયકાળને વિસર્ગકાળ કહે છે, માનવનું પ્રકૃતિમાંના પ્રકાશ, વાયુ, જલ અને વનસ્પતિઓના ખાદ્ય આદી દ્વારા બળ-ઉત્સાહ વધે છે. 

     પણ આ ઊર્જા ઉત્તમ કવૉલીટીની સંગૃહિત કરી શકાય એ માટે એને કંડિશનીંગ કરવી પડે છે, જેને માટે થઇને ભારતીય સંસ્કૃતિમાં વિવિધ વ્રત-ઉત્સવ આ દક્ષિણાયનમાં ઉજવાતાં આવ્યાં છે. ઉપર લખ્યું એમ, ઉચ્ચ ઊર્જા અને ચેતનાવાળી માનવજાત પેદાં કરવા ઉત્તમોત્તમ સ્ત્રીબીજ અને શ્રેષ્ઠ ગર્ભાશયની જરૂરીયાત હંમેશા રહે છે. આ માટે ભારતીય સંસ્કૃતિમાં અને વિશ્વના મોટાભાગના દરેક ધાર્મિક સંપ્રદાયમાં "રજસ્વલા પરીચર્યા" આ ખાસ હેતુથી પાલન કરવાનો આગ્રહ સેવાયેલો હશે.

તાજેતરમાં થયેલ મેટાફીઝીકસ સાયંસ આધારીત, વૈજ્ઞાનીક સંશોધન બતાવે છે કે, આજે સ્ત્રીવંધ્યત્વના કિસ્સા માટે સામાન્ય નિદાન બની ગયેલ PCOD/PCOS ના સ્ત્રીદરદીને સતત 7 માસ માટે રજસ્વલાપરીચર્યાના ચારદિવસમાં વર્ણિત આહાર, વિહાર અને કેટલીક સાવધાનીઓનું દ્દઢ પાલન કરાવાય તો અપાતી આ વિકારની અન્ય ચિકિત્સા ઝડપથી શ્રેયકર બને છે.

ૠષિપાંચમની જે પૌરાણીક કથાવાર્તા સંભાળવામાં આવે છે, એમાં પણ રજસ્વલાપરીચર્યા દરમિયાન અજ્ઞાનવશ થતાં અપરાધનો પશ્ચાતાપ અને ક્ષમા-યાચનાનો ભાવ રહેલ છે, સાથે સાથે વૈજ્ઞાનિક વનસ્પતિ કુળ Poaceae ફેમિલી ની વૈજ્ઞાનિક નામ Echinochloa colonum થી ઓળખાતી ઘાસ વર્ગની વનસ્પતિ, જંગલી ચોખા અથવા અંગ્રેજીમાં જેને awnless barnyard grass કહે છે એનું આયુર્વેદ સંહિતા ગ્રંથો માં श्यामक નામથી વર્ણન ગુણ કર્મ જોવા મળે છે. આ વનસ્પતિના ભારતીય ભાષાઓમાં મળતા નામ મૂળ સંસ્કૃત પરથી જે તે પ્રદેશની લોકબોલીમાં આવ્યાં હોય એવું લાગે છે, આથી તો ગુજરાતમાં એને સામો કહે છે.આયુર્વેદ દ્રષ્ટિકોણથી સામાનો ગુણકર્મ શોષક એટલે કે વધારાના મેદ/ચરબીને દૂર કરનાર છે તથા કફઘ્ન અને પિત્તહર પણ છે. 

PCOSના વિકાર શમન માટે પણ સામા જેવાં ગુણકર્મ ધરાવતાં દ્રવ્યો આયુર્વેદ ચિકિત્સા દ્રષ્ટિકોણથી ઉપયોગી બને છે. આધુનિક દ્રષ્ટિકોણથી સામા માં કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશીયમ, મેગેનિઝ, મેગ્નેશિયમ, ઝીંક ઉપરાંત કૉપર રહેલ છે. આ બધા તત્વો પણ ઉત્તમ સ્ત્રીબીજ નિર્માણ કરવા ફિમેલ હોર્મન્સ સિક્રિએશનને સમ્યક કરે છે.
ૠષિપંચમીએ સામાનું માહાત્મ્ય એટલે દર્શાવેલ હશે કે, 12 થી 50 વર્ષના વયકાળમાં દરેક વખતે રજસ્વલા સમય દરમિયાન સ્ત્રીઓએ આહારમાં ધાન્ય તરીકે સામો જ ખાવો, 

પણ સાઁપ ગયા 'ને લીસોટા રહ્યાં એમ, આપણે પ્રતિકોના માત્ર પૂજનમાં માનનારા છીએ, એટલે રીવાજ કે પરંપરા પાછળનો મૂળ કલ્યાણકારી ઉદેશ્ય ભૂલી જઇને પૌરાણીક ક્રિયાકાંડને યંત્રવત્ કર્યા કરીએ છીએ એની પાછળના મૂળ ઉદેશ્ય કે ઉપદેશ નું ચિંતન કે જીજ્ઞાસા કરતાં જ નથી.

ૠષિપંચમીના દિવસે માનવગૌત્રના પ્રવર્તક મૂળ સાત ૠષિઓ કશ્યપ, અત્રિ, ભારદ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્ની, અને વસિષ્ઠ ની પ્રતિકાત્મક માટી કે ચોખાની ઢગલીઓ સ્વરૂપે મૂર્તિ બનાવીને પૂજન કરાય છે, સાથે મહર્ષિ વશિષ્ઠની પત્નિ અરુંધતિનું પણ સ્થાપન-પૂજન કરાય છે. આ ૠષિપત્નિ અરુંધતિનું પતિવ્રતા ગુણનો આદર્શ સમજાવવા પ્રતિક પૂજન છે.  

     આપણી સંસ્કૃતિ એ આકાશમાં ધ્રુવના તારાની પાસે દેખાતાં સાત તારાના ઝુમખાને સપ્તર્ષિ તારામંડળ તરીકે ઓળખાવેલ છે આ તારામંડળના તારાઓનાં નામ સ્વાયંભુવ નામે પ્રથમ મન્વંતરના સાત ઋષિ: મરીચિ,અત્રિ, અંગિરા, પુલસ્ત્ય, પુલહ, ક્રતુ અને વસિષ્ઠ પરથી અપાયેલ છે, જેમાં વસિષ્ઠ તારાની બાજુમાં દેખાતો ઝાંખો તારાને અરુંધતિનો તારો. કહેવાય છે, લગ્ન ની પૂર્વસંધ્યાએ કન્યાને આ અરૂંધતી ના તારાનું દર્શન કરાવાય છે. ફેબ્રુઆરી એટલે કે, ફાગણ-ચૈત્રથી ઑગસ્ટ એટલેકે શ્રાવણ-ભાદરવા સુધી સપ્તર્ષિ તારામંડળના આકાશદર્શન કરી શકાય છે પણ ભાદરવા પછી નથી થતાં આથી કદાચ ભાદરવા સુદ પાંચમે આ સપ્તર્ષિનું પ્રતિકાત્મક પૂજન કરાતું આવ્યું હશે. ૠષિ પંચમીએ અત્યારે જે સાતમો મન્વંતર વૈવસ્વત ચાલી રહ્યો છે એનાં ઋષિ; કશ્યપ, અત્રિ, વસિષ્ઠ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ અને ભરદ્વાજનું પૂજન અર્ચન કરાય છે.

ભાદરવા સુદ પાંચમ એ દક્ષિણાયનમાં આવે છે અને પિતૃપક્ષ છે અને મૂળ ઉદેશ્ય તો પેઢી દર પેઢી ઉત્તમોત્તમ સંસ્કારી સંતતિ પેદાં થાયએ હોવાથી દેવ ને બદલે ૠષિઓનું પૂજન અર્ચન કરાય છે.

Thursday, July 18, 2024

હનુમાનજી મહારાજ ના જન્મ સ્થાન વિશે


અંજની પુત્ર હનુમાન જી ના જન્મ સ્થાન ની માહિતી

||॥ ॐ अञ्जनीजाय नमोस्तुभ्यम ||

[ચોપાઈ: ૦૨/બ/૨/૨૨]
*|| અંજનિપુત્ર ||*

* અર્થ: આપનું અંજનીપુત્ર નામ જગ-પ્રસિદ્ધ છે.*

     કાશી વિદ્વત પરિષદના અધ્યક્ષ ડો. કામેશ્વર ઉપાધ્યાય પ્રમાણે, માન્યતાઓના આધારે ધરતી ઉપર ભગવાન શ્રીરામ જન્મ પહેલાં જ હનુમાનજીનું પ્રાકટ્ય થઇ ગયું હતું. પણ અલગ અલગ પૌરાણિક ગ્રંથોમાં હનુમાનજીના જન્મસ્થળ અંગે જુદાં-જુદાં વર્ણનો મળતા હોવાથી ઘણાં રાજ્યોના લોકો હનુમાનજીનો જન્મ પોતાના રાજ્યમાં થયો હોવાનું માને છે. હનુમાનજીનું જન્મસ્થળ ક્યાં આવેલું છે એ મુદ્દે કર્ણાટક અને આંધ્રપ્રદેશ વચ્ચે વિવાદ સર્જાયો છે. કર્ણાટકમાં હનુમાન જયંતીને હનુમાન વ્રતમના નામથી ઓળખવામાં આવે છે. આ પર્વ માગશર મહિનાના સુદ પક્ષની તેરસ એટલે ડિસેમ્બર અથવા જાન્યુઆરીમાં આવે છે. કર્ણાટક રાજ્યનો દાવો છે કે હમ્પીથી લગભગ 25 કિમી દૂર આવેલું અનેગુંડી ગામ જ કિષ્કિંધા નગરી છે અને અહીં જ પવનપુત્રનો જન્મ થયો છે. કર્ણાટકના શિવમોગ્ગામાં આવેલા રામચંદ્રપુર મઠના વડા રાધેશ્વર ભારતીએ રામાયણનો ઉલ્લેખ કરીને દાવો કર્યો છે કે, હનુમાનજીએ ખુદ સીતા માતાને પોતાની જન્મભૂમિ વિશે જણાવ્યું હતું. તે પ્રમાણે હનુમાનજીનો જન્મ ગોકર્ણના સમુદ્ર કિનારે થયો હતો. આ સ્થળ અત્યારે કર્ણાટકમાં આવેલું છે. આ પહેલાં, યોગી આદિત્યનાથે  કર્ણાટકમાં અત્યારે કોપ્પલ જિલ્લામાં આવેલા કિષ્કિન્ધામાં અંજનાદ્રી પહાડીઓમાં હનુમાનજીનો જન્મ થયો હતો એમ કહ્યું. કર્ણાટકના કોપ્પલ અને બેલ્લારીમાં એક જગ્યા છે જ્યાં અંજની પર્વત છે, આ જગ્યાને કિષ્કિન્ધા કહેવામાં આવે છે. પંપા સરોવર કર્ણાટક રાજ્યના કોપ્પલ જિલ્લામાં આવેલું છે. 
      તુંગભદ્રા નદીની દક્ષિણે સ્થિત પંપા સરોવરને હિંદુઓ પાંચ પવિત્ર સરોવરો પૈકીનું એક માને છે. શ્રીમદ્ ભાગવતમ્ માં વર્ણવેલા પાંચ પવિત્ર સરોવરોના જૂથને ‘પંચ સરોવર’ કહેવાય છે. અન્ય ચાર સરોવર છે માન સરોવર, બિંદુ સરોવર, નારાયણ સરોવર, અને પુષ્કર સરોવર.  હિંદુ ધર્મની પૌરાણિક કથા પ્રમાણે આ સ્થળે ભગવાન શિવની અર્ધાંગિની પંપા (પાર્વતી)એ પોતાનું શિવ પ્રતિ સમર્પણ દર્શાવવા માટે તપસ્યા કરી હતી. એ સરોવરના કિનારે શબરીએ ભગવાન રામચંદ્રના આગમનની પ્રતિક્ષા કરતી હતી. અહીં મતંગ ઋષિનો આશ્રમ હતો.  આ આશ્રમમાં બજરંગબલી જન્મ્યા હતા એવું માનનારો વર્ગ પણ નાનો નથી. અનેકુંડી ગામની વચ્ચે જ એક પહાડી પર હનુમાનજીનું પ્રાચીન મંદિર પણ છે. કહેવાય છે કે માં અંજનીએ હનુમાનજી માટે અહીં જ તપસ્યા કરી હતી. એટલા માટે એને અંજનાદ્રી પર્વત કહેવામાં આવે છે. સરકાર દ્વારા હનુમાનજીના જન્મસ્થળના વિકાસ માટે 120 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા. હનુમાનજીનું જન્મસ્થળ જાણવા દિવ્ય ભાસ્કર અખબારની ટીમ કોપ્પલ જિલ્લાના તાલુકાના ગંગાવતી તાલુકામાં આવેલાં અનેકુંડી ગામમાં રામાનંદ સંપ્રદાયના મહંત વિદ્યાદાસને મળી જે અહીં છેલ્લાં 25 વર્ષથી પૂજાની જવાબદારી સંભાળી રહ્યા છે. હનુમાનજીના જન્મસ્થળ અંગે પૂછપરછ દરમિયાન તેમણે અનેક પ્રમાણ આપ્યાં. આ ટીમ ઇતિહાસકાર, આર્કિયોલોજિસ્ટ અને 20 વર્ષથી પણ વધારે સમયથી હમ્પી અને કિષ્કિંધામાં રિસર્ચ કરી રહેલા ડો. શરણબસપ્પા કોલકરને પણ મળી. વાલ્મીકિ રામાયણ મુજબ કિષ્કિંધા પત્થરનાં પહાડોની નગરી હતી. ટીમે જોયું કે અનેકૂંડી પ્રદેશમાં પત્થરનાં અસંખ્ય પહાડો વચ્ચે તુંગભદ્રા નદી, વાલી અને સુગ્રીવનો કિલ્લો, તારા પર્વત, મધુવન, શબરીની ઝુંપડી, ઋષિમુખ, અનેક પ્રાચીન ગુફાઓ, વાનરના પાંચ સાત હજાર જૂના ચિત્રો, સૂર્યોદય સમયે સોનેરી લાગતો આંજનેય પર્વત, જેવા ભૌગોલિક પુરાવાઓ અને પ્રાચીન ગ્રંથના વર્ણનોમાં જોવા મળતું સામ્ય, તેમજ સ્થાનિક લોકોનાં સદીઓ જૂના લોકગીતોમાં અંજના અને કેસરીના લગ્નનો ઉલ્લેખ વગેરે  કેવળ યોગાનુયોગ ન હોઈ શકે. 
હમ્પી શબ્દ પણ પંપા પરથી જ આવ્યો છે. વર્તમાન કર્ણાટક રાજ્યના બેલ્લારી જિલ્લાના હોસપેટ તાલુકામાં તુંગભદ્રા નદીના કિનારે આવેલું હમ્પી નગર સંખ્યાબંધ પ્રાચીન સ્થાપત્યો ધરાવતું વિશ્વપ્રસિધ્ધ સૌંદર્ય ધામ છે. પ્રાચીન અનુશ્રુતી મુજબ કિષ્કિંધાનગરી મનાતું હમ્પીની ઇતિહાસકારોના મતે ઈ. સ. 1336માં હરિહર (પ્રથમ) અને બુક્કારાયે તેની સ્થાપના કરી હતી. ઈ. સ. 1509થી 1529 સુધી કૃષ્ણ દેવરાયનો શાસનકાળ સુવર્ણકાળ ગણાતો હતો. તેનાલીરામ તેના દરબારી હતા.હમ્પી મધ્યકાલીન હિંદુ રાજ્ય વિજયનગર સામ્રાજ્યની રાજધાની પણ હતું. તુંગભદ્રા નદીના તટ પર સ્થિત આ નગર હવે હમ્પી (પમ્પામાંથી નીકળેલું) નામે જાણીતું છે. ઈતિહાસ  કહે છે કે ઈ. સ. 1565માં વિજયનગરના અંતિમ રાજા રામરાય તાલિકોટાના યુદ્ધમાં બહમની સુલતાનોના સંઘથી (મહમૂદ ગાવાથી) પરાજિત થયા અને હમ્પીનો કબજો તેઓના હાથમાં ગયો. ઓછામાં ઓછાં પાંચ લાખ હિંદુઓની કતલ કરી, આ નગરને લૂંટીને ધ્વંસ કરી નાખ્યું. હાલમાં ફક્ત ખંડેરો સ્વરૂપે તેના અવશેષ બચ્યા છે, આ ખંડેરોને જોઈને એ  વિચાર આવે કે, એક સમયે અહીં કેવી સમૃદ્ધ સંસ્કૃતિ નિવાસ કરતી હશે. ભારતનાં કર્ણાટક રાજ્યમાં આવેલું આ નગર યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળોમાં સામેલ કરવામાં આવ્યું છે. કારણકે નાની મોટી ટેકરીઓ વચ્ચે લગભગ પાંચસોથી વધુ પ્રાચીન બાંધકામો અહીં જોવા મળે છે. જેમાં મંદિર, મહેલ, તળાવ, ગઢ, ચબુતરા, મંડપ, બજાર, જેલ અને રાજભંડાર જેવી ઇમારતો છે. આમાં વિઠ્ઠલમંદિર, હજારારામમંદિર, વિરૂપાક્ષમંદિર, અચ્યુતરાયનું મંદિર વગેરે તત્કાલીન સ્થાપત્યકળાનાં બેનમૂન દૃષ્ટાંતો છે. અહીં હમ્પીમાં પણ હનુમાનજીનું એક પ્રાચીન મંદિર  પ્રતિષ્ઠિત છે.  શાસ્ત્રો અનુસાર આ વિસ્તાર જ કિષ્કિંધા નામનું એ પ્રાચીન નગર છે જેનો ઉલ્લેખ વાલ્મીકિય રામાયણ અને રામચરિત માનસમાં જોવા મળે છે. રામના વનગમન સ્થળને એક સૂત્રમાં ઢાળનાર શોધકર્તા ડો. રામ અવતાર કહે છે કે વાલ્મીકિ રામાયણના કિષ્કિંધાકાંડમાં અધ્યાય બારમાં મતંગ વનનો સંદર્ભ છે અને તે માત્ર કિષ્કિંધામાં છે, તિરુમાલામાં નથી. એવો ઉલ્લેખ મળે છે કે મતંગ વનમાં તેઓ રમ્યા હતા. વળી કિષ્કિંધાકાંડમાં જ અધ્યાય ૬૪માં જણાવ્યાં અનુસાર હનુમાનજીનો જન્મ ગુફામાં થયો હતો. આંધ્રના તિરુમાલામાં ગુફાઓ નથી. કેસરી માલ્યવંત પર્વત પર રહેતા હતા જે પર્વત પણ કિષ્કિંધામાં છે.

      બીજી તરફ આંધ્રપ્રદેશનો દાવો છે કે, હનુમાનજીનો જન્મ તિરૂપતિની સાત પહાડીઓમાંથી એક એવી અંજનાદ્રીમાં થયો હતો. (ત્યાં પણ અંજનાદ્રી પહાડી છે.) TTDએ તિરુમાલામાં સ્થિત આંજનેય પહાડ ઉપર મંદિરમાં આવતા ભક્તોની સુવિધા માટે ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું હતું, પરંતુ કર્ણાટક સ્થિત શ્રી હનુમાન જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ગોવિંદાનંદ સરસ્વતીએ આ બાંધકામને કોર્ટમાં પડકાર્યો હતો અને કોર્ટે સ્ટે આપ્યો હતો. આ મુદ્દે સતત વિરોધાભાસી દાવા થઈ રહ્યાં હોવાથી તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમે (TTDએ) 2020 માં  7 સભ્યની એક સમિતિ બનાવી હતી. આ વૈદિક સમિતિને હનુમાનજીના જન્મસ્થળ અંગે રીપોર્ટ આપવા TTD એ જણાવ્યું હતું. આ વૈદિક સમિતિ ધાર્મિક અને  વૈદિક બાબતોની ખરાઈ કરે છે. આ સમિતિમાં પુરાતત્વવિદ અને ઈસરોના એક વિજ્ઞાાનીનો સમાવેશ કરાયો હતો. સમિતી દ્વારા રાષ્ટ્રીય સંસ્કૃત યુનિવર્સિટીના ઉપકુલપતિ મુરલીધર શર્માની અધ્યક્ષતામાં હનુમાનના જન્મ સ્થળને લઈને એક રિપોર્ટ તેલુગુ ભાષામાં તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં પૌરાણિક, વૈજ્ઞાનિક, સાહિત્યિક સ્ત્રોતો ટાંકવામાં આવ્યા હતાં. અને એવો દાવો કરવામાં આવે છે કે પવનપુત્રનો જન્મ અંજનેદ્રી ટેકરી પર થયો હતો. આ અહેવાલના આધારે 2021માં રામ નવમીના દિવસે અંજનેદ્રી પર્વતને હનુમાનજીનું જન્મસ્થળ જાહેર કરવામાં આવ્યું હતું. દિવ્ય ભાસ્કર ટીમે આંધ્રપ્રદેશમાં પણ તપાસ કરી હતી. ત્યાં તેઓ સમિતિના સભ્ય અને તિરુપતિમાં સ્થિત રાષ્ટ્રીય સંસ્કૃત વિદ્યાપીઠમાં પ્રોફેસર સદાશિવ મૂર્તિને મળ્યાં. એમનાં મતે તિરૂપતિની સાત પહાડીઓમાં એક અંજનાદ્રી પહાડી છે. રામાયણમાં ઉત્તરકાંડમાં ઉલ્લેખ છે કે હનુમાનજીનો જન્મ સુમેરુશિખરાંચલમાં થયો હતો. સુમેરુશિખરાંચલ એ ભગવાન વેન્કટાદ્રીનાં વીસ પ્રસિદ્ધ નામ પૈકી એક છે. વરાહ પુરાણમાં ભગવાન વેંકટેશનું એક નામ સુમેરુ છે. સ્કંદ પુરાણ મુજબ એક પહાડી પર દેવી અંજનાએ તપ કર્યું હતું. જેથી હનુમાનજી પુત્રસ્વરૂપે જનમ્યાં. એટલે એ પહાડી અંજનાદ્રી તરીકે જાણીતી બની. બ્રહ્માંડ પુરાણ, બ્રહ્મ પુરાણ અને વરાહ પુરાણમાં પણ અંજનાદ્રીનો ઉલ્લેખ છે. આમ અંજનાદ્રી જ પ્રાચીન સુમેરુશિખરાંચલ છે. વાલી તરફથી મૃત્યુનો ભય હોય, હનુમાનજીએ સુગ્રીવને ઋષિમૂખ(ઋષ્યમુખ) પર્વત પર જવાની સલાહ આપી હતી. ઋષિમુખમાં શ્રીરામને મળ્યા પછી પરત ફરતી વખતે અનેક જંગલ, નદી નાળાઓ પસાર કરી, તે કિષ્કિંધા પહોંચ્યા હતાં. આમ ત્યાં પહોંચતા ચાર પાંચ દિવસ લાગ્યા હતા. માટે કર્ણાટકનો દાવો કે ઋષિમુખ કિષ્કિંધા પાસે જ સ્થિત છે એ માની શકાય નહિ. ઉત્તરકાંડ મુજબ સૂર્ય ભગવાનના આદેશથી હનુમાનજી કિષ્કિંધા ગયા હતા. આમ હનુમાનજીની જનમભોમકા અંજનાદ્રી પર્વત છે , પણ કર્મભૂમિ હમ્પી છે. દિવ્ય ભાસ્કર ટીમે વૈદિક સમિતિના મેમ્બર અને શ્રી વેંકટેશ્વર ઉચ્ચ ધર્મશાસ્ત્રીય સંસ્થાના અધિકારી ડો. અકેલા વિભીષણ શર્મા સાથે પણ મુલાકાત કરી. તેમણે વેંકટાચલ માહત્મ્યનો સંદર્ભ આપ્યો. એ પ્રમાણે અંજના મરુત ઋષિના આદેશથી તિરુમાલા આવ્યા હતા. પુષ્કરણીમાં સ્નાન કર્યા પછી એમણે આકાશગંગામાં જઈ તપ કર્યું. તિરૂમાલામાં દેવી અંજનીનું એક મંદિર પણ છે. 

 (સૌજન્ય : 'જનકલ્યાણ' -સામયિક (ફેબ્રુઆરી 2023))

Saturday, June 29, 2024

આપણા સપ્તઋષિ

*હિન્દુ ધર્મના ઇતિહાસમાં તમે આ સાત ઋષિઓ વિશે સાંભળ્યું હશે પણ તેના વિશે જાણો છો ખરાં...?*



સપ્તમ મનવન્તરના 7 ઋષિઓએ માનવજાતને સુખી અને સમૃદ્ધ બનાવવા માટે અદ્વિતીય યોગદાન આપ્યું છે.
આ સાત ઋષિઓનું સ્મરણ કરી એમના જીવનમાંથી પ્રેરણા પ્રાપ્ત કરવું એ મહામુલ્ય છે.
નવી પેઢીને આ સાત ઋષિનો પાતળો પરિચય જરૂરથી આપજો.
1. પ્રથમ સ્વયંભુવ મન્વંતરમાં – મરીચિ, અત્રિ, અંગિરા, પુલસ્ત્ય, પુલહ, ક્રતુ અને વશિષ્ઠ.

2. બીજા સ્વરોચિષ મનવંતરમાં - ઉર્જા, સ્તંભ, વાત, પ્રાણ, પૃષભ, નિરય અને પરિવાન.

3. ત્રીજા ઉત્તમ મંવંતરમાં – મહર્ષિ વશિષ્ઠના સાત પુત્રો.

4. ચોથા તમસ મન્વંતરમાં - જ્યોતિર્ધામા, પૃથુ, કાવ્ય, ચૈત્ર, અગ્નિ, વણક અને પીવર.

5. પાંચમા રૈવત મન્વંતરમાં - હિરણ્યરોમા, વેદશ્રી, ઉર્ધ્વબાહુ, વેદબાહુ, સુધામા, પર્જન્ય અને મહામુનિ.

6. છઠ્ઠા ચાક્ષુષ મન્વંતરમાં - સુમેધા, વિરજા, હવિષ્માન, ઉતમ, મધુ, અતિનામા અને સહિષ્ણુ.

7. વર્તમાન સાતમા વૈવસ્વત મન્વંતરમાં - કશ્યપ, અત્રિ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ અને ભારદ્વાજ.

*1 - કશ્યપ ઋષિ:-*


બ્રહ્માજીના માનસપુત્ર એવા મરીચિ ઋષિના તેઓ પુત્ર છે. સૃષ્ટિના સર્જનમાં એમણે આપેલા યોગદાનને લીધે એમને પ્રજાપતિ તરિકે પણ ઓળખવામાં આવે છે. આજે પણ ધાર્મિક વિધિ વખતે જો કોઈને એના ગોત્રની જાણ ન હોય તો કશ્યપ ગોત્ર તરીકે ઓળખ અપાય છે.

*2 - અત્રિ ઋષિ:-*

અત્રિ ઋષિના પત્ની અનસૂયાની કથા સૌ કોઈએ સાંભળી જ હશે જેમને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને પોતાના તપના પ્રભાવથી નાના બાળક બનાવી દીધા હતા. મહાન અત્રિ ઋષિ ભગવાન દત્તાત્રેય અને દુર્વાસા ઋષિના પિતા છે. એમના ત્રીજા પુત્ર સોમે સોમનાથ જ્યોતિર્લિંગની સ્થાપના કરી હતી.

*3 - વસિષ્ઠ ઋષિ:-*


વસિષ્ઠજી રઘુવંશના કુલગુરુ હતા એ રીતે તેઓ ભગવાન શ્રીરામના કુલ ગુરુ હતા. તેઓ મહાન ઋષિ પરાસરના દાદા અને મહાભારત સહિત અનેક ગ્રંથોના રચયિતા વેદવ્યાસજીના પરદાદા થાય.

*4 - વિશ્વામિત્ર ઋષિ:-*


વિશ્વામિત્ર રાજવી હતા અને રાજપાટ છોડીને સન્યાસી થયા હતા. ભગવાન પરશુરામના પિતા એવા જમદગ્નિ ઋષિના તેઓ મામા થાય. જમદગ્નિ ઋષિના માતા સત્યવતી અને વિશ્વામિત્ર બંને ગાઘી રાજાના સંતાનો હતા.

*5 - ગૌતમ ઋષિ:-*


ગૌતમ ઋષિને ન્યાયશાસ્ત્રના પંડિત કહેવામાં આવે છે. રસાયણ વિજ્ઞાન સહિતના જુદા જુદા વિષયોના તેઓ જ્ઞાતા હતા. એમના દીકરી અંજની એટલે હનુમાનજીના માતા. આમ ગૌતમ ઋષિ હનુમાનજીના નાના થાય.

*6 - જમદગ્નિ ઋષિ:-*


તેઓ રુચિક ઋષિના પુત્ર હતા. વિશ્વામિત્રના બહેન સત્યવતીના સંતાન એટલે વિશ્વામિત્ર ઋષિના ભાણેજ થાય. માતા સત્યવતી તેઓને તપસ્વી બનાવવા માંગતા હતા પરંતુ તેનામાં ક્ષત્રિય જેવા શૂરવીરના લક્ષણો હતા. ભગવાન પરશુરામ એમના પુત્ર હતા.

*7 - ભારદ્વાજ ઋષિ:-*


ભારદ્વાજ ઋષિ યંત્ર વિજ્ઞાનના નિષ્ણાત હતા. તેઓએ લખેલા ‘વૈમાનિકમ્’ નામના ગ્રંથમાં વિમાન બનાવવાની પદ્ધતિનું વિગતવાર વર્ણન કરેલ છે. ‘યંત્ર સર્વસ્વમ’ નામના ગ્રંથમાં યંત્રોના વિજ્ઞાનની વાતો લખી છે. ભારદ્વાજ ઋષિના પુત્ર દ્રોણ કૌરવો અને પાંડવોના ગુરુ હતા.

*નોંધ :*
ફક્ત હિન્દુ ધર્મ કે સનાતન ધર્મ ના ઠેકેદાર બનવાથી ધર્મ ની રક્ષા નહીં થાય...
આપણી આવનારી આજની પેઢી ને આપણાં ધર્મ વિશે જાણકારી આપવી પણ આપણી ફરજ માં આવે છે.
👏🏼👏🏼

Saturday, July 11, 2020

ધોરણ ૯ થી ૧૨ ના પાઠ્યપુસ્તકો

 

       ધોરણ ૧ થી ૮ ના પાઠ્યપુસ્તકો 
પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક

 જે ધોરણ ના જે ભાષા ના પુસ્તક જોઈએ   તેના પર ક્લિક કરો

                              બધા પુસ્તકો

                             મા ઓપન થશે


ધોરણ ૯

ધોરણ ૧૦

ધોરણ ૧૧

ધોરણ ૧૨


આ એક સરકાર માન્ય નિઃશુલ્ક ઑનલાઇન પુસ્તક છે જેનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી જેની ખાસ નોંધ લેવી

Tuesday, July 7, 2020

ધોરણ ૧ થી ૮ ના પાઠયપુસ્તકો

        ધોરણ ૧ થી ૮ ના પાઠ્યપુસ્તકો 
પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક

 જે ધોરણ ના જે ભાષા ના પુસ્તક જોઈએ   તેના પર ક્લિક કરો

                                 બધા પુસ્તકો                                મા ઓપન થશે

ધોરણ - ૧

ધોરણ - ૨ 

ધોરણ - ૩ 
   
ધોરણ - ૪

ધોરણ - ૫
    
ધોરણ - ૬

ધોરણ - ૭

ધોરણ - ૮

આ એક સરકાર માન્ય નિઃશુલ્ક ઑનલાઇન પુસ્તક છે જેનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી જેની ખાસ નોંધ લેવી

Wednesday, July 1, 2020

आत्मनिर्भर भारत निर्माण विदेशी भगावों ओर स्वदेशी अपनावो

*🇮🇳आत्मनिर्भर भारत निर्माण विदेशी भगावों ओर स्वदेशी अपनावो🇮🇳* *मैं हमारे भारत में एक संगठन में काम करता हूं*

हमारे भारत देशकी स्वदेशी पोडक भारत नंबर 1 कंपनी के साथ क्या आप एक ऐशी कपनी के साथ काम करना पसंद करोगे 17 साल पुरानी है,ओर 
आप जोभी काम करते हो उष्के साथ साथ करो देलिये 2 से 3 घंटे डेली करे  
*100% प्रतिशत स्वदेशी हैं*
*100% गेरेन्टी के साथ*
*100 % नेचरल पोडक*
*100% हर्बल पोडक*
*30 दिन की मनीबैक गारंटी*
आप अपने घर पे डेली यूस करने वालेपोडक
पेस्ट
साबू
शेम्पू
तेल
हेर ऑइल 
चाय
कॉफी
कपड़े धोने लिक्विड
फटा करने का लिक्विड
बाथरूम के लिक्विड
ओक भी आपअपनी जीवन जरुरिया पोड़ेक, खरीद सकते हो,

हमारा देश हमारे देश के उत्पाद आपका परिवार हमारे परिवार की सुरक्षा
*अब जिम्मेदारी हमारे हाथ में*
  *स्वच्छ रहो और सुरक्षित रो*

ज्याद माहिती के लिए 
📱 +918000124738
🙏🏻🇮🇳धन्यवाद🇮🇳🙏🏻

Sunday, June 14, 2020

ઇન્કમટેક્સ રિટર્ન અને પાન કાર્ડ ને લગતા તમામ કામ માટે

ઇન્કમટેક્સ તથા પાન કાર્ડ ને લગતા તમામ કામ માટે વોટ્સઅપ માં મેસેજ કરો અથવા આ લિંક થી વોટ્સઅપ માં જોડાવ> ઇન્કમટેક્સ તથા પાનકાર્ડ કામકાજ અથવા વોટ્સઅપ માં આ QR કોડ સ્કેન કરી ને અમારા વોટ્સઅપ નંબર માં જોડાવ

Tuesday, June 2, 2020

કોવિડ ૧૯ કોરોના વાયરસ અપડેટ્સ સુરત

કૉવિડ ૧૯ કોરોના વાયરસ અપડેટ્સ સુરત


PDF ડાઉનલોડ કરવા તારીખ ઉપર ક્લિક કરો

જૂન-૨૦૨૦
 ૨- ૦૨-૦૬-૨૦૨૦        ૧૭- ૧૭-૦૬-૨૦૨૦

જુલાઈ-૨૦૨૦
૧- ૦૧-૦૭-૨૦૨૦         

Tuesday, May 26, 2020

આપણા અઢાર પુરાણો

पुराण शब्द का अर्थ है प्राचीन कथा। पुराण विश्व साहित्य के प्रचीनत्म ग्रँथ हैं। उन में लिखित ज्ञान और नैतिकता की बातें आज भी प्रासंगिक, अमूल्य तथा मानव सभ्यता की आधारशिला हैं। वेदों की भाषा तथा शैली कठिन है। पुराण उसी ज्ञान के सहज तथा रोचक संस्करण हैं। उन में जटिल तथ्यों को कथाओं के माध्यम से समझाया गया है। पुराणों का विषय नैतिकता, विचार, भूगोल, खगोल, राजनीति, संस्कृति, सामाजिक परम्परायें, विज्ञान तथा अन्य विषय हैं।

 महृर्षि वेदव्यास ने 18 पुराणों का संस्कृत भाषा में संकलन किया है। ब्रह्मा, विष्णु तथा महेश उन पुराणों के मुख्य देव हैं। त्रिमूर्ति के प्रत्येक भगवान स्वरूप को छः  पुराण समर्पित किये गये हैं। आइए जानते है 18 पुराणों के बारे में।

ડાઉનલોડ કરવા પુરાણ ના નામ ઉપર ક્લિક કરો,

ब्रह्म पुराण सब से प्राचीन है। इस पुराण में 246 अध्याय  तथा 14000 श्र्लोक हैं। इस ग्रंथ में ब्रह्मा की महानता के अतिरिक्त सृष्टि की उत्पत्ति, गंगा आवतरण तथा रामायण और कृष्णावतार की कथायें भी संकलित हैं। इस ग्रंथ से सृष्टि की उत्पत्ति से लेकर सिन्धु घाटी सभ्यता तक की कुछ ना कुछ जानकारी प्राप्त की जा सकती है।

૨.પદ્મપુરાણ

पद्म पुराण में 55000 श्र्लोक हैं और यह ग्रंथ पाँच खण्डों में विभाजित है जिन के नाम सृष्टिखण्ड, स्वर्गखण्ड, उत्तरखण्ड, भूमिखण्ड तथा पातालखण्ड हैं। इस ग्रंथ में पृथ्वी आकाश, तथा नक्षत्रों की उत्पति के बारे में उल्लेख किया गया है। चार प्रकार से जीवों की उत्पत्ति होती है जिन्हें उदिभज, स्वेदज, अणडज तथा जरायुज की श्रेणा में रखा गया है। यह वर्गीकरण पुर्णत्या वैज्ञायानिक है। भारत के सभी पर्वतों तथा नदियों के बारे में भी विस्तरित वर्णन है। इस पुराण में शकुन्तला दुष्यन्त से ले कर भगवान राम तक के कई पूर्वजों का इतिहास है। शकुन्तला दुष्यन्त के पुत्र भरत के नाम से हमारे देश का नाम जम्बूदीप से भरतखण्ड और पश्चात भारत पडा था।

૩.વિષ્ણુ પુરાણ

विष्णु पुराण में 6 अँश तथा 23000 श्र्लोक हैं। इस ग्रंथ में भगवान विष्णु, बालक ध्रुव, तथा कृष्णावतार की कथायें संकलित हैं। इस के अतिरिक्त सम्राट पृथु की कथा भी शामिल है जिस के कारण हमारी धरती का नाम पृथ्वी पडा था। इस पुराण में सू्र्यवँशी तथा चन्द्रवँशी राजाओं का इतिहास है। भारत की राष्ट्रीय पहचान सदियों पुरानी है जिस का प्रमाण विष्णु पुराण के निम्नलिखित शलोक में मिलता हैःउत्तरं यत्समुद्रस्य हिमाद्रेश्चैव दक्षिणम्। वर्षं तद भारतं नाम भारती यत्र सन्ततिः।(साधारण शब्दों में इस का अर्थ है कि वह भूगौलिक क्षेत्र जो उत्तर में हिमालय तथा दक्षिण में सागर से घिरा हुआ है भारत देश है तथा उस में निवास करने वाले सभी जन भारत देश की ही संतान हैं।) भारत देश और भारत वासियों की इस से स्पष्ट पहचान और क्या हो सकती है? विष्णु पुराण वास्तव में ऐक ऐतिहासिक ग्रंथ है।

૪.શિવ પુરાણ

शिव पुराण में 24000 श्र्लोक हैं तथा यह सात संहिताओं में विभाजित है। इस ग्रंथ में भगवान शिव की महानता तथा उन से सम्बन्धित घटनाओं को दर्शाया गया है। इस ग्रंथ को वायु पुराण भी कहते हैं। इस में कैलाश पर्वत, शिवलिंग तथा रुद्राक्ष का वर्णन और महत्व, सप्ताह के दिनों के नामों की रचना, प्रजापतियों तथा काम पर विजय पाने के सम्बन्ध में वर्णन किया गया है। सप्ताह के दिनों के नाम हमारे सौर मण्डल के ग्रहों पर आधारित हैं और आज भी लगभग समस्त विश्व में प्रयोग किये जाते हैं।

भागवत पुराण में 18000 श्र्लोक हैं तथा 12 स्कंध हैं। इस ग्रंथ में अध्यात्मिक विषयों पर वार्तालाप है। भक्ति, ज्ञान तथा वैराग्य की महानता को दर्शाया गया है। विष्णु और कृष्णावतार की कथाओं के अतिरिक्त महाभारत काल से पूर्व के कई राजाओं, ऋषि मुनियों तथा असुरों की कथायें भी संकलित हैं। इस ग्रंथ में महाभारत युद्ध के पश्चात श्रीकृष्ण का देहत्याग, द्वारिका नगरी के जलमग्न होने और यदु वंशियों के नाश तक का विवरण भी दिया गया है।

૬.નારદ પુરાણ

नारद पुराण में 25000 श्र्लोक हैं तथा इस के दो भाग हैं। इस ग्रंथ में सभी 18 पुराणों का सार दिया गया है। प्रथम भाग में मन्त्र तथा मृत्यु पश्चात के क्रम आदि के विधान हैं। गंगा अवतरण की कथा भी विस्तार पूर्वक दी गयी है। दूसरे भाग में संगीत के सातों स्वरों, सप्तक के मन्द्र, मध्य तथा तार स्थानों, मूर्छनाओं, शुद्ध एवं कूट तानो और स्वरमण्डल का ज्ञान लिखित है। संगीत पद्धति का यह ज्ञान आज भी भारतीय संगीत का आधार है। जो पाश्चात्य संगीत की चकाचौंध से चकित हो जाते हैं उन के लिये उल्लेखनीय तथ्य यह है कि नारद पुराण के कई शताब्दी पश्चात तक भी पाश्चात्य संगीत में केवल पाँच स्वर होते थे तथा संगीत की थ्योरी का विकास शून्य के बराबर था। मूर्छनाओं के आधार पर ही पाश्चात्य संगीत के स्केल बने हैं।

૭.માર્કન્ડેય પુરાણ

अन्य पुराणों की अपेक्षा यह छोटा पुराण है। मार्कण्डेय पुराण में 9000 श्र्लोक तथा 137 अध्याय हैं। इस ग्रंथ में सामाजिक न्याय और योग के विषय में ऋषिमार्कण्डेय तथा ऋषि जैमिनि के मध्य वार्तालाप है। इस के अतिरिक्त भगवती दुर्गा तथा श्रीक़ृष्ण से जुड़ी हुयी कथायें भी संकलित हैं।

૮.અગ્નિ પુરાણ

अग्नि पुराण में 383 अध्याय तथा 15000 श्र्लोक हैं। इस पुराण को भारतीय संस्कृति का ज्ञानकोष (इनसाईक्लोपीडिया) कह सकते है। इस ग्रंथ में मत्स्यावतार, रामायण तथा महाभारत की संक्षिप्त कथायें भी संकलित हैं। इस के अतिरिक्त कई विषयों पर वार्तालाप है जिन में धनुर्वेद, गान्धर्व वेद तथा आयुर्वेद मुख्य हैं। धनुर्वेद, गान्धर्व वेद तथा आयुर्वेद को उप-वेद भी कहा जाता है।

૯.ભવિષ્ય પુરાણ

भविष्य पुराण में 129 अध्याय तथा 28000 श्र्लोक हैं। इस ग्रंथ में सूर्य का महत्व, वर्ष के 12 महीनों का निर्माण, भारत के सामाजिक, धार्मिक तथा शैक्षिक विधानों आदि कई विषयों पर वार्तालाप है। इस पुराण में साँपों की पहचान, विष तथा विषदंश सम्बन्धी महत्वपूर्ण जानकारी भी दी गयी है। इस पुराण की कई कथायें बाईबल की कथाओं से भी मेल खाती हैं। इस पुराण में पुराने राजवँशों के अतिरिक्त भविष्य में आने वाले  नन्द वँश, मौर्य वँशों, मुग़ल वँश, छत्रपति शिवा जी और महारानी विक्टोरिया तक का वृतान्त भी दिया गया है। ईसा के भारत आगमन तथा मुहम्मद और कुतुबुद्दीन ऐबक का जिक्र भी इस पुराण में दिया गया है। इस के अतिरिक्त विक्रम बेताल तथा बेताल पच्चीसी की कथाओं का विवरण भी है। सत्य नारायण की कथा भी इसी पुराण से ली गयी है।

૧૦.બ્રહ્મ વૈવર્ત પુરાણ

ब्रह्माविवर्ता पुराण में 18000 श्र्लोक तथा 218 अध्याय हैं। इस ग्रंथ में ब्रह्मा, गणेश, तुल्सी, सावित्री, लक्ष्मी, सरस्वती तथा क़ृष्ण की महानता को दर्शाया गया है तथा उन से जुड़ी हुयी कथायें संकलित हैं। इस पुराण में आयुर्वेद सम्बन्धी ज्ञान भी संकलित है।

૧૧.લિંગ પુરાણ

लिंग पुराण में 11000 श्र्लोक और 163 अध्याय हैं। सृष्टि की उत्पत्ति तथा खगौलिक काल में युग, कल्प आदि की तालिका का वर्णन है। राजा अम्बरीष की कथा भी इसी पुराण में लिखित है। इस ग्रंथ में अघोर मंत्रों तथा अघोर विद्या के सम्बन्ध में भी उल्लेख किया गया है।

૧૨.વરાહ પુરાણ

वराह पुराण में 217 स्कन्ध तथा 10000 श्र्लोक हैं। इस ग्रंथ में वराह अवतार की कथा के अतिरिक्त भागवत गीता महामात्या का भी विस्तारपूर्वक वर्णन किया गया है। इस पुराण में सृष्टि के विकास, स्वर्ग, पाताल तथा अन्य लोकों का वर्णन भी दिया गया है। श्राद्ध पद्धति, सूर्य के उत्तरायण तथा दक्षिणायन विचरने, अमावस और पूर्णमासी के कारणों का वर्णन है। महत्व की बात यह है कि जो भूगौलिक और खगौलिक तथ्य इस पुराण में संकलित हैं वही तथ्य पाश्चात्य जगत के वैज्ञिानिकों को पंद्रहवी शताब्दी के बाद ही पता चले थे।

૧૩.સ્કંદ પુરાણ

स्कन्द पुराण सब से विशाल पुराण है तथा इस पुराण में 81000 श्र्लोक और छः खण्ड हैं। स्कन्द पुराण में प्राचीन भारत का भूगौलिक वर्णन है जिस में 27 नक्षत्रों, 18 नदियों, अरुणाचल प्रदेश का सौंदर्य, भारत में स्थित 12 ज्योतिर्लिंगों, तथा गंगा अवतरण के आख्यान शामिल हैं। इसी पुराण में स्याहाद्री पर्वत श्रंखला तथा कन्या कुमारी मन्दिर का उल्लेख भी किया गया है। इसी पुराण में सोमदेव, तारा तथा उन के पुत्र बुद्ध ग्रह की उत्पत्ति की अलंकारमयी कथा भी है।

૧૪.વામન પુરાણ

वामन पुराण में 95 अध्याय तथा 10000 श्र्लोक तथा दो खण्ड हैं। इस पुराण का केवल प्रथम खण्ड ही उपलब्ध है। इस पुराण में वामन अवतार की कथा विस्तार से कही गयी हैं जो भरूचकच्छ (गुजरात) में हुआ था। इस के अतिरिक्त इस ग्रंथ में भी सृष्टि, जम्बूदूीप तथा अन्य सात दूीपों की उत्पत्ति, पृथ्वी की भूगौलिक स्थिति, महत्वशाली पर्वतों, नदियों तथा भारत के खण्डों का जिक्र है।

૧૫.કૂર્માં પુરાણ

कुर्मा पुराण में 18000 श्र्लोक तथा चार खण्ड हैं। इस पुराण में चारों वेदों का सार संक्षिप्त रूप में दिया गया है। कुर्मा पुराण में कुर्मा अवतार से सम्बन्धित सागर मंथन की कथा  विस्तार पूर्वक लिखी गयी है। इस में ब्रह्मा, शिव, विष्णु, पृथ्वी, गंगा की उत्पत्ति, चारों युगों, मानव जीवन के चार आश्रम धर्मों, तथा चन्द्रवँशी राजाओं के बारे में भी वर्णन है।

૧૬.મત્સ્ય પુરાણ ભાગ૧.  મત્સ્ય પુરાણ ભાગ-૨

मतस्य पुराण में 290 अध्याय तथा 14000 श्र्लोक हैं। इस ग्रंथ में मतस्य अवतार की कथा का विस्तरित उल्लेख किया गया है। सृष्टि की उत्पत्ति हमारे सौर मण्डल के सभी ग्रहों, चारों युगों तथा चन्द्रवँशी राजाओं का इतिहास वर्णित है। कच, देवयानी, शर्मिष्ठा तथा राजा ययाति की रोचक कथा भी इसी पुराण में है

૧૭.ગરૂડ પુરાણ

गरुड़ पुराण में 279 अध्याय तथा 18000 श्र्लोक हैं। इस ग्रंथ में मृत्यु पश्चात की घटनाओं, प्रेत लोक, यम लोक, नरक तथा 84 लाख योनियों के नरक स्वरुपी जीवन आदि के बारे में विस्तार से बताया गया है। इस पुराण में कई सूर्यवँशी तथा चन्द्रवँशी राजाओं का वर्णन भी है। साधारण लोग इस ग्रंथ को पढ़ने से हिचकिचाते हैं क्योंकि इस ग्रंथ को किसी परिचित की मृत्यु होने के पश्चात ही पढ़वाया जाता है। वास्तव में इस पुराण में मृत्यु पश्चात पुनर्जन्म होने पर गर्भ में स्थित भ्रूण की वैज्ञानिक अवस्था सांकेतिक रूप से बखान की गयी है जिसे वैतरणी नदी आदि की संज्ञा दी गयी है। समस्त यूरोप में उस समय तक भ्रूण के विकास के बारे में कोई भी वैज्ञानिक जानकारी नहीं थी।

૧૮.બ્રહ્માંડ પુરાણ ભાગ-૧.     બ્રહ્માંડ પુરાણ ભાગ-૨

ब्रह्माण्ड पुराण में 12000 श्र्लोक तथा पू्र्व, मध्य और उत्तर तीन भाग हैं। मान्यता है कि अध्यात्म रामायण पहले ब्रह्माण्ड पुराण का ही एक अंश थी जो अभी एक पृथक ग्रंथ है। इस पुराण में ब्रह्माण्ड में स्थित ग्रहों के बारे में वर्णन किया गया है। कई सूर्यवँशी तथा चन्द्रवँशी राजाओं का इतिहास भी संकलित है। सृष्टि की उत्पत्ति के समय से ले कर अभी तक सात मनोवन्तर (काल) बीत चुके हैं जिन का विस्तरित वर्णन इस ग्रंथ में किया गया है। परशुराम की कथा भी इस पुराण में दी गयी है। इस ग्रँथ को विश्व का प्रथम खगोल शास्त्र कह सकते है। भारत के ऋषि इस पुराण के ज्ञान को इण्डोनेशिया भी ले कर गये थे जिस के प्रमाण इण्डोनेशिया की भाषा में मिलते है


ઇ આધ્યાત્મિક લાઈબ્રેરી